અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુરુવારે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ સહિત કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા સમિતિ ખંડમાં ઘૂસી જઈ પોસ્ટરો લગાવી વિરોધ કર્યો હતો. જે મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યુરિટી ઓફિસરે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને 15થી 20 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધમાં કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમિતિ રૂમમાં ગેરકાયદેસર મંડળી રચી , પોસ્ટરો લગાવી રૂ.5 હજારનું નુકસાન અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે