આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં એક તરફ આપ તો બીજી તરફ કોંગ્રેસ તૂટી રહ્યું છે. એક બાદ એક ધારાસભ્યો કેસરિયાને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. દરમ્યાન સી.જે ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. થોડા દિવસ અગાઉ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. તો સી.જે ચાવડાના રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 179 થયું છે. તો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 16થી ઘટીને 15 થઈ ગઈ છે. સી.જે ચાવડાએ આ અંગે કહ્યું છે કે, રાજુનામુ આપવું ન આપવું તે વ્યક્તિગત વિષય છે. ભાજપમાં જોડાવવાની વાત અંગે એટલું જ કહીશ કે, લોકશાહીમાં શંકા કુશંકાઓ ચાલતી રહે છે. ભાજપે મને કોઈ કમિટમેન્ટ કર્યું નથી.