સુરતમાં દીવાળીની જેમ દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી આત્મિય બંગ્લોઝ સોસાયટીમાં રામોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્રિ-દિવસીય ઉત્સવમાં અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતાં દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આત્મિય બંગ્લોઝ સોસાયટીમાં આવેલા 90 ઘર અને 9 જેટલી શેરીઓ અને મેઈન બજારમાં દીવડાઓ પ્રજવલ્લિત કરવામાં આવ્યાં હતાં