ગુજરાતમાં આત્મહત્યાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, બનાસકાંઠાના દિયોદરમાં પણ સામુહિક મોતની લાગની ઘટના સામે આવી છે.દિયોદરમાં એક પરિવારના 3 લોકોએ કેનાલમાં મોતની છલાગ લગાવી હતી. દિયોદરના પતિ-પત્ની અને તેમના બાળક સાથે નહેરમાં ઝપલાવતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા કરનાર પરિવાર ભાભરના મેરા ગામનો હોવાનું સામે આવ્યું છે. હાલ પરિવારના 3 સભ્યોના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.