અંકલેશ્વરના સુરતી ભાગોડ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈને ફરાર હતા. ઘટના મામલે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અત્રે નોંધનીય છે કે, પરિવાર ઉપરના રૂમમાં સૂતો રહ્યો અને નીચે તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા.