વડોદરામાં રેસ્ટોરન્ટ સંચાલકની નજર ચૂકવી અજાણ્યો ગઠિયો કાઉન્ટરપરથી અંદાજે દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન ચોરી રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.મોબાઈલ ફોનનું લોકેશન વડોદરા રેલ્વે સ્ટેશન બાદ મુંબઈ દર્શાવ્યું છે