વલસાડના ધરમપુર ચોકડી પાસે નવા ડીમાર્ટનું હાલ બાંધકામ ચાલી રહ્યું છે. NHAIના સર્વિસ રોડ ઉપર દબાણ કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સ્થાનિક લોકો અને ગામના આગ્રણીઓએ લગાવ્યાં હતા. ગ્રામજનોએ વલસાડ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી NHAIના સર્વિસ રોડ ઉપર કરવામાં આવેલું દબાણ વહેલી તકે દૂર કરવા માંગ કરી છે.