સચિવાલય ખાતે કર્મયોગીઓ દ્વારા મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી સાયરન વાગતા કર્મચારી અધિકારીઓ પોતાની જગ્યા ઉપર રોડ રસ્તા ઉપર પણ ઊભા થઈ ગયા હતા. બે મિનિટનું મૌન પાડીને શહીદોને સલામી અપાઈ હતી. સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું હતું. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શક્ય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી હતી