ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસથી શાસ્ત્રીનગર નારણપુરામાં હાઉસિંગ એપાર્ટમેન્ટમાં આવેલ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો પર તવાઈ બોલવામાં આવી છે. હાઉસિંગ બોર્ડના મકાનોમાં છેલ્લા ઘણા વર્ષોથી કોમર્શિયલ બાંધકામો નો રાફડો ફાટી નીકળ્યો હતો. તેમજ જર્જરીત મકાનોમાં રી ડેવલપમેન્ટ અંગેની પણ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે કોમર્શિયલ બાંધકામને દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.