અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં શાહપુર વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં સુનિલ રાણાએ વર્ષ 2010થી 2020 સુધીમાં ગેરકાયદેસર રીતે સત્તાનો દુરુપયોગ કરી રૂ.2.76 કરોડની બેનામી સંપત્તિ ભેગી કરી હોવા મામલે એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને લઇ આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેનારેસન દ્વારા વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાને સસ્પેન્ડ કર્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠા ખરડાઈ છે. જેના પગલે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.