પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ વારંવાર વિવાદોમાં આવે છે .ખાસ કરીને રાધનપુર સાંતલપુર પંથકની કેનાલો ખેડૂતો માટે સમસ્યારૂપ બની છે. ઉનાળામાં પાણી છોડવામાં આવતું નથી તો ચોમાસામાં રીપેરીંગ કે મરામત થતી નથી. બીજી બાજુ કેનાલો તૂટી જાય છે. નબળી ગુણવત્તાને લઈ કેનાલોમાં ગાબડાં પડે છે, જેથી લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. સાથે સાથે આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો માથે મુશ્કેલી ઊભી થાય છે.