સુરતમાં મોડી રાત્રે રીંગરોડ બ્રિજ ખાતે કારચાલકે કાર પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં એક એક્ટિવા ચાલકને અડફેટે લઈ બ્રિજ પર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસની ચોકીમાં ઘુસાડી દીધી હતી. જેમાં એક્ટિવા ચાલક અને કારચાલકને ઇજા પહોંચવાની સાથે વાહનોને નુકશાન થયું હતું.