બજેટ સત્રમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં ગ્રામ્ય વિસ્તારને વધુ બજેટ ફાળવવામાં આવે તેવી અપેક્ષા છે. અર્બન ડેવલોપમેન્ટમાં 11,000 કરોડ તેની સામે ગ્રામ્ય ડેવલોપમેન્ટમાં ફક્ત 5,122 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. તેનો મતલબ કે ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તારની સરખામણીમાં અડધુ બજેટ પણ ફાળવવામાં આવતું નથી