ગુનાખોરીનું ચિંતાજનક પ્રમાણ ધરાવતા સુરત શહેરમાં વધુ એક જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારના એસ.આર.ઓટો પાસે ચારથી પાંચ અજાણ્યા ઇસમોએ જિતેશસિંગ રાજપુત નામના વ્યક્તિ ઉપર ચપુ, અને તલવાર વડે હિચકારો હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે ઘટના સ્થળેથી રિવોલ્વર પણ કબ્જે કરી હોવાની માહિતી સાંપડી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે