સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ મસમોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટ માટે દોડતા વાહનો લોકોની ચિંતા કરી રહ્યા નથી. ઘણી વખત રસ્તા ઉપર દોડતા વાહનોમાંથી કાટમાળ, માટી, કપચી પડતા બેદરકારી છતી થાય છે. પરંતુ શાશકો આ માટેના પરિપત્રને ઘોળીને પી જઈ ઘટનાઓને નજર અંદાજ કરે છે . દરમ્યાન આજરોજ રિંગરોડ પર સિવિલ હોસ્પિટલ સામે ટ્રકમાંથી માટી ઢોળાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી