સુરત શહેરમાં ઉપર છાપરી હત્યાના બનાવો લથડતા કાયદાની પરિસ્થિતિ દર્શાવે છે. ત્યારે વધુ એક હત્યાની ઘટનાની ભયનો માહોલ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશથી એક યુવક સુરત શહેરમાં રોજગારી મેળવવા આવ્યો હતો. રાત્રે કામ પર જવા નીકળતા સમયે બાટલી બોય CNG પંપ પાસે અજાણ્યા શખ્સે પથ્થર મારી તે યુવકની હત્યા કરવા મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે