સુરત મનપામાં સમાવિષ્ટ વોર્ડ નં ૩ ખાતે આવેલ શ્યામધામ મંદિર, સિંહ સર્કલ થી રિંગરોડ ને જોડતા આઇકોનિક રોડ નું આમ આદમી પાર્ટીનાં હોદેદારો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વધુમાં, આ રોડ મંજુર કરાવવામાં 'આપ' નાં કોર્પોરેટર તેમજ વિપક્ષ નેતાના પ્રયત્નોથી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩ માં મ્યુનિસિપલ કમિશનર દ્વારા 35 કરોડ રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ મંજૂર કરવામાં આવ્યો હતો.