સુરતના અડાજણ વિસ્તારમાં કેનેડાના વિઝા અપાવવાના નામે લોકો પાસેથી 20.66 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી છેતરપિંડી કરનાર બે પૈકીના એક આરોપી કલ્પેશ ચૌહાણની અડાજણ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણ એ અડાજણના વિસ્તારમાં ક્રિપા એજન્સી ના નામે ઓફિસ શરુ કરી હતી. અને મુખ્ય ઓફિસ વડોદરામાં હોવાનું જણાવતા હતા. કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી