કોંગ્રેસ દ્વારા રોજગાર આપો , ન્યાય આપો અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મેહુલ દેસાઈ યુવા કોંગ્રેસ પ્રમુખએ જણાવ્યું હતું કે, મોંઘવારી , પેપર ફૂટવા, બજેટમાં યુવાઓ સાથે અન્યાય સહિત અનેક મુદ્દાઓ સાથે લોકોને ન્યાય અપાવવા રાહુલ ગાંધી રસ્તા ઉપર ઉતર્યા છે. રોજગાર આપો , ન્યાય આપો અંતર્ગત ફોર્મ ભરી દેશના યુવાનોને યાત્રામાં જોડીશું. ન્યાય યાત્રામાં જોડાવવા લોકોને જોડાવવા આહવાન કરાશે. કોંગ્રેસ બેરોજગારી મુદ્દા સાથે ચૂંટણીના મેદાનમાં ઉતારશે.