ડીંડોલી વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શાળાને દીનદહાડે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રૂપિયા 1.35 લાખના ત્રણ લેપટોપની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. બનાવને પગલે સ્કૂલના મહિલા પ્રિન્સિપાલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે લેપટોપ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા જોગ અરજી લીધા બાદ FIR કરવામાં પોલીસ ઠાગાઠૈયા કરતા આચાર્યે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી પોલીસ ડિપાર્ટમેન્ટ સામે નારાજગી દર્શાવી છે.