સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા ખાતે સિંહસર્કલ જંકશનથી શિવ પ્લાઝા આઉટર રિંગ રોડને જોડતા અંદાજીત ૩૫ કરોડના ખર્ચે બે કિ.મી.ની લંબાઈના આઈકોનિક રસ્તાનું શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ પર નાગરિકોને બેસવા માટે પબ્લિક સિંટિંગ અને સ્ટ્રીટ ફર્નિચરની સુવિધા સાથે BRTSની સુવિધા, વોક-વે, સર્વિસ રોડ, સાઈકલ ટ્રેક તેમજ સ્ટ્રીટ ફર્નિચર ઉભા કરાશે. થીમ આધારિત લેન્ડસ્કેપ અને બ્યુટિફિકેશન અને પ્લાન્ટેશન કરવામાં આવશે