ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં રામ મંદિર નિર્માણના અભિનંદનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રસ્તાવને સમર્થન આપવામાં આવ્યું હતું.. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરઈ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો .નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપીને આ વિવાદનું નિવારણ કર્યું છે અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે, તેને અમે વધાવીએ છીએ. માટે સરકારના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.