વેલંજા-પારડી રોડ, અંત્રોલી ખાતે 1000 કરોડના ખર્ચે 35 વિઘા જમીનમાં 2000 દીકરા-દીકરીઓ માટેના છાત્રાલય સહિતની શૈક્ષણિક સુવિધાયુક્ત પ્રથમ ફેઝના સરદારધામનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરાયું હતું. જેમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાના હસ્તે ભૂમિપૂજન કરાયુંં હતું.મુખ્ય દાતા જયંતી બાબરીયાએ 11 કરોડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ફોરમબેન વરસાણીએ 5 કરોડ સહિત દાતાઓએ 25 લાખથી 2 કરોડ સુધીનું દાન આપ્યું હતું. કુલ 68 કરોડનું દાન જાહેર કરાયું હતું.