સુરતના રિંગ રોડ વિસ્તારમાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું વિચિત્ર રીતે મોત નીપજ્યું છે. ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા બાદ મહિલાનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તેના શરીર પર ટ્રકના તોતિંગ ટાયર ફરી વળતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે સલાબત પૂરા પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.