અલગ દેશ, રાજ્ય, એક જ સિટીમાં પ્રેમ અને લગ્ન તો અઢળક છે. ગામમાં પિયરિયુંને ગામમાં સાસરિયું એવુ પણ બને પરંતુ એક આ શેરીમાં રહેતા લોકો વચ્ચે જ ૧૦ - ૧૨ નહીં પણ ૭૦ જેટલા લગ્ન થયા હોય એવી ઘટના સુખદ આશ્ચર્ય પમાડે છે. આજે દુનિયાભરમાં 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરી કે જ્યાં બારેમાસ વેલેન્ટઇન્સ ડે હોય છે. આ શેરી પ્રેમનું પ્રતીક બની છે. 1800ની વસ્તી ધરાવતી શેરીમાં 80 જેટલા યુગલોએ પ્રેમલગ્ન કર્યા છે. વર્ષોથી આ શેરી પ્રેમ ગલીથી ઓળખાય રહી છે.