ડિંડોલી વિસ્તારમાં માધવ ક્રેસ્ટ નામની બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જોકે, 15માં માળે સ્લેબનો થોડો ભાગ બનાવવાનો બાકી રહી ગયો હતો. જેને ભરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. ત્યાં દૂધો અને ધર્મેશ નામના શ્રમિક બંને હાજર હતા. દરમિયાન સ્લેબ ભરવા માટે લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો અને ટેકાઓ પૈકી એક ટેકો નીકળી જતા બંને 14મા માળેથી નીચે પટકાતા તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.ડિંડોલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.