સુરત શહેરમાં મુસ્લિમ સમુદાયના બે પક્ષો વચ્ચે વિવાદની ઘટના સામે આવી છે. વ્હોરા સમાજમાં અંદરોઅંદર વિવાદ વકરતા બે જૂથો સામસામે આવી ગયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.એક પક્ષનું કહેવું છે કે , 8 જેટલા લોકોએ ધર્મગુરુ સૈયદ સાહેબના પ્રવચન પર ટિપ્પણી કરી ધાર્મિક લાગણી દુભાવી છે. જેથી યોગ્ય કાર્યવાહી માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. જયારે સામા પક્ષે કહ્યું છે કે, ધર્મગુરુ પ્રત્યે કોઈપણ નિવેદન કર્યું નથી. પરંતુ , કબ્રસ્તાનની જગ્યા પર રસોડું બનતા વિવાદ છે.