મળતી માહિતીનુસાર , VNSGUમાં ચાલી રહેલી સ્કીમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીમાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. 2017માં શરૂ કરાયેલી આ પોલિસી હેઠળ યુનિવર્સિટીને 2019માં 22 લાખ અને 2023માં મંજૂર કરાયેલા 4 કરોડના ફંડમાંથી 45 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી છે. અને છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકારે યુનિવર્સિટીને કુલ 67 લાખની ગ્રાન્ટ આપી છે. જેમાંથી ફક્ત 13 લાખનો જ ઉપયોગ થયો છે. છેલ્લા 7 વર્ષમાં સ્ટાર્ટઅપ આઇડિયા માટે 147 અરજી આવી હતી. જેમાંથી ફક્ત 16 માટે જ ફંડ આપવામાં આવ્યું છે.