શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલ ' શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ' નિમિત્તે રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ તથા રાજ્યના ધારાસભ્યઓ સાથે મા અંબાના દર્શન માટે ભક્તિ અને ભજન સાથે ગુજરાત એસ.ટી.ની બસમાં અંબાજી પહોંચ્યા હતા. જ્યાં મા અંબાના દર્શનના ધન્ય લ્હાવ સાથે મહાઆરતીમાં સર્વે સાથે જોડાવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.જગતજનની મા અંબાના દર્શન કરીને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી .