ડીંડોલીના સી.આર. પાટીલ રોડ સ્થિત અમીધારા સોસાયટીમાં રહેતો દેવીદાસ ભાગવત પાટીલ એ એકાદ વર્ષ અગાઉ મિત્ર રોશન ઉર્ફે બાળા પાટીલ અને આશુતોષ ઉર્ફે ચીના રાજપૂત ને રૂ. 10 હજાર ઉછીના આપ્યા હતા તે લેવા જાઉં છું એમ કહી બાઇક ઉપર નીકળ્યો હતો. ત્યારબાદ રોશન ઉર્ફે બાળા અને આશુતોષ ઉર્ફે ચીના સાથે ઝઘડો થતા રોશન, ચીના અને તેના મિત્ર બટકો , અવિનાસ ઠાકરે, ચેતન માળી તથા ખુશાલ ઉર્ફે માયા ઉર્ફે મારવાડી વિગેરેએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી દેવીદાસને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઉલ્લેખનીય છે કે મરનાર દેવીદાસે સગીર વયે હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો અને રીઢો ગુનેગાર છે.