સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા શરુ થાય તે પહેલાં સરદાર પટેલ સભા ખંડ બહાર વિરોધ પક્ષ આપ ના કોર્પોરેટરોએ સભા ખંડ બહાર પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભ્રષ્ટાચાર હટાવો પાલિકા બચાવોના પ્લે કાર્ડ સાથે વિપક્ષી સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત હનુમાન ચાલીસા સાથે વિરોધ પ્રદર્શન કરીને સભા ખંડમાં પ્રવેશ કર્યો હતો.વિપક્ષી સભ્યોએ ભ્રષ્ટાચાર હટાવોના નારા લગાવતા હતા તો તેની સામે ભાજપના કેટલાક કોર્પોરેટૉરોએ કેજરીવાલ હટાવોના નારા લગાવ્યા હતા.