અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. રિક્ષા ચાલક સામે અનેક ફરિયાદો મળતા ટ્રાફિક વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાંથી ટ્રાફિક પોલીસ એક જ દિવસમાં 148 રિક્ષા જમા કરવામાં આવી છે અને હજુ પણ રિક્ષા ચાલક સામે કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે. મોડીફાઇડ કરેલી રિક્ષા, ખામીયુક્ત નંબર પ્લેટ સાથે રિક્ષા ચલાવતા ચાલકો તેમજ સ્ટંટ બાજી કરતા રિક્ષા ચાલકો, વગર લાયસન્સ ભયજનક રીતે ડ્રાઇવિંગ સામે સૂચના અંતર્ગત MV એકટ મુજબ રિક્ષા જમા કરવામાં આવી છે.