હડાદમાં બનેલ બનાવને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કે હનુમાનજીની ભૂમિકાની સાથે લેવાદેવા નથી. ભોગ બનનારનો પરિવાર ખચકાટ અનુભવતો હોવા છતાં પોલીસે તેઓને હિંમત આપીને ફરિયાદ આપવા અનુરોધ કરી તેઓની ફરિયાદ લઈ IPC 377 મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓને અટક કરી લીધેલ છે. ટીખળખોર અરજી બાદ એફઆરઆઇ કર્યાની ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. પોલીસને આજદિન સુધી અરજી મળી નથી. પોલીસે સામેથી ફરિયાદ માટે પ્રયાસ કરી આરોપીને ઝડપી પાડ્યા છે. રેકોર્ડ સમયમાં ચાર્જશીટ કરાશે. તેમ બનાસકાંઠા પોલીસ અધિકારીએ જણાવ્યું છે.