સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ચોથા ધોરણમાં ભણતા 10 વર્ષના બાળકના મોત અંગે તબીબની બેદરકારીના આક્ષેપ થયા છે. બાળક બીમાર થતા સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું. હોસ્પિટલમાં દાખલ થયાને 24 કલાકમાં જ બાળકનું મોત નિપજતા દવાના ઓવર ડોઝને કારણે મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. જો કે, બાળકના પી.એમ. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.