સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ,સુરતના સચિન વિસ્તારમાં લગ્ન નક્કી થયા બાદ યુવકના આપઘાતની ઘટના સામે આવી છે.. 5 મહિના અગાઉ 20 વર્ષીય વિકાસ કુમારના લગ્ન નક્કી થયા બાદ એપ્રિલ મહિનામાં લગ્ન હતા. લગ્ન પહેલા જ યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. આ મામલે સચિન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.