બજેટ પર પહેલા દિવસે શાસક અને વિપક્ષના કોર્પોરેટરોએ ચર્ચા કર્યા બાદ ગતરોજ બીજા દિવસે બજેટની ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન શાસક પક્ષના સભ્યોએ વિપક્ષ પર કટાક્ષ કરતાં કેટલીક વખત હોબાળો થયો હતો. વિપક્ષ અને શાસક પક્ષના કોર્પોરેટરો વચ્ચે અનેક વખત ચકમક ઝરી હતી. દિનેશ રાજપુરોહિતે બજેટની ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે નંબર વન સુરત નંબર વન તરીકે ટકી રહે તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તો વિપક્ષ નેતા પાયલ સાકરીયા ને સદન માંથી સસ્પેન્ડ કરાતા આમ આદમી પાર્ટી નાં તમામ કોર્પોરેટરો એ સામુહિક વોકઆઉટ કરીને વિરોધ દર્શાવ્યો હતો.