વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે 2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું છે.. આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર-સમખિયાળી (134.30 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.84કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.89 કિમી) ન્યુ બ્રોડગેજ લાઇન, મહેસાણા-ભાંડુ મોટી દાઉ (8.89 કિમી) સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. રાધનપુર-સમખિયાળી સેક્શન પાલનપુર-સમખિયાળી (247.73કિમી) ડબલિંગનો ભાગ છે, જે કચ્છના રણ, જોધપુર, બિકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે.