નવ વર્ષીય બાળકી ગત 1 જાન્યુઆરીએ તે તેની બહેનપણીને ત્યાં રમવા ગઈ હતી ત્યારે તેનો મોટો ભાઈ અને તેનો મિત્ર બેઠા હતા. બંનેએ બહેનપણીને બહાર મોકલી દઈ તેને અંદરના રૂમમાં લઈ ગયા હતા અને તેની સાથે બંનેએ છરીની અણીએ ધાકધમકી આપી, મોઢું દબાવી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તેના પાંચ દિવસ બાદ ફરી બંનેએ તેને હવસનો શિકાર બનાવી હતી. બાળકીના આ નિવેદનના આધારે પોલીસે સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.