સુરત શહેરમાં બીઆરટીએસ રૂટના સ્વિંગ ગેટ મેઇન્ટેનન્સના અભાવે નકામા બન્યા છે. ટેક્નોકેટ સિક્યુરિટી સિસ્ટમ પ્રા. લિ ને 276 સ્વિંગ ગેટ લગાડવા માટે ત્રણ તબક્કામાં તથા પાંચ વર્ષનો મેન્ટેન્સ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. 55 સ્વિંગ ગેટ રીપેરીંગ કર્યા બાદ કંપનીએ કામ નહીં કરતા પાલિકા એક્શનમાં આવ્યું છે. હવે સ્વિંગ ગેટ ઓપરેશન મેન્ટેનન્સનો ઈજારો રદ કરાશે તેવું જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે, સ્વિંગ ગેટ ખરાબ હોવાથી અનેક વખત અકસ્માત સર્જાય છે.