રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે અંદાજીત 48 કરોડની રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. જેમાં સર્કિટ હાઉસ, રોડ રસ્તા, પાણી, શૌચાલય, વીજળી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા ગત બજેટમાં 10 કરોડ રૂપિયા સુંવાલી બીચના વિકાસ માટે મંજૂર કરવામાં આવ્યો છે.