સુરત વિયર કમ ક્રોઝવે માંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા હતા.એક રાહદારી દ્વારા ફાયર વિભાગ ને જાણ કરાતા ફાયર વિભાગે સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક રાંદેરનો રહેવાસી 60 વર્ષીય દીપક્ભાઇ બોડાવાળા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પોતાની કાર સાથે ગતરોજ ઘરેથી નીકળ્યા હતા. તેઓ મહાનગર પાલિકાના આકારણી વિભાગમાંથી નિવૃત્ત જીવન ગુજરી રહ્યા હતા. છેલ્લા 8 દિવસથી પેટમાં ઇમ્ફેક્સન હોય આજે ઑપરેશન માટે જવાનું હતું. ચોકબજાર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.