નવી સિવિલ હોસ્પિટલના ચોથા માળના J-4 વોર્ડમાં કડોદરાના વર્ષાબેન રાઠોડ પોતાના પુત્રને બીમારી હોવાને કારણે તેને દાખલ કરવામાં આવ્યો હતો. જીગ્નેશની સાર-સંભાળ માટે તેની માતા વર્ષાબેન વોર્ડમાં સતત હાજર હતા. દરમિયાન વર્ષાબેન પર વોર્ડનો પંખો તૂટી પડ્યો હતો, જેના પગલે વર્ષાબેનને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.