ભાજપ દ્વારા આપવામાં આવેલા મૅન્ડેટ આધારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર કાર્યકર એવા રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની જાહેરાત કરતા છેલ્લા કેટલાક દિવસથી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો છે. કથિત પત્રિકા કાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.