તાજેતરમાં સુરત શહેરમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની નિયુક્તિ કરાઈ છે. આ નિર્ણયથી કોંગ્રેસ કાર્યકારતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. તેવામાં શહેરકોંગ્રેસ ઉપ પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશ મંત્રી રઘુ રબારીની નારાજગી સામે આવી છે. તેમણે કહ્યું છે કે. કોંગ્રેસમાં સગાવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સનિષ્ઠ કાર્યકરોની અવગણના લોકસભા ચૂંટણી દરમ્યાન કોંગ્રેસની મોટી ભૂલ સાબિત થશે.