ઇડીના એડિશનલ ડિરેક્ટર ધર્મેન્દ્ર મીના દ્વારા સાજુનું સ્ટેટમેન્ટ લેવાની મંજૂરી માગતી અરજી અદાલતમાં કરાઈ હતી. જે કોર્ટે મંજૂર રાખતા હવે આગામી 1લી અને 2 માર્ચના રોજ ઇડી સાજુની પુછપરછ કરશે. ક્રાઇમ મારફત સાજુએ કેટલી માલ-મિલકત જમા કરાવી છે તે બાબતની તપાસ થશે. હવાલાનો કોઈ મામલો છે કે કેમ ? તે દિશામાં પણ તપાસ થશે. ઇડીએ છ કેસમાં સાજુ સામે તપાસ શરૂ કરી છે. સાજુ કોઠારીએ અશરફ કુરેશીના કેસમાં પણ કરોડોની ચિટિંગ કરી હોવાની આશંકા છે.