સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિયેશન દ્વારા વિવિધ પડતર મંગણીઓને લઇ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. ગતરોજ સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ માંગણીનો નહિ સંતોષાય તો માસ સીએલ સહિતના ઉગ્ર વિરોધને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.