સુરત શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા અને પર્યાવરણની જાળવણી ના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓ પર 50 જેટલી ઇલેક્ટ્રીક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે.અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત 1.68 કરોડ રૂપિયાની છે. જે બસમાં આગળ અને પાછળ બંને બાજુએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. ઉપરાંત બસમાં કેટલા મુસાફરોની સંખ્યા છે તેના પર બાજ નજર રાખવા માટે 360 ડિગ્રી સુધીના કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય સુવિધાઓનો પણ બસમાં સમાવેશ કરાયો છે.