શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ સમિતિ અધ્યક્ષને રજૂઆત કરી છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં શારીરિક કેળવણી અને એમાંય ખાસ કરીને રમતોત્સવ માટે નાણા ફાળવવામાં આવે છે રમતોત્સવ શિયાળામાં યોજવાનો હોય તો પછી એનું આગોતરું આયોજન કેમ થતું નથી ? ગત વર્ષે પણ રમતોત્સવ ફેબ્રુઆરીના અંતમાં રાખવામાં આવેલ હતો અને ગરમી શરુ થઇ ગયેલી હોવાને કારણે બાળકોને ખુબ જ અગવડો પડી હતી. ગરમી શરુ થાય એ પહેલાં આ વર્ષના રમતોત્સવનું આયોજન તાત્કાલિક કરવામાં આવે તેમજ દર વર્ષે રમતોત્સવ સમયસર યોજવામાં આવે.