ચાર મહિનાથી આ બાળકનું સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. બાળકને દાખલ કર્યાના દોઢ મહિના બાદ માતા પિતા છોડીને ચાલ્યા ગયા હતા જે સીસીટીવીમાં પણ કેદ થયું હતું. આ બાળકનું ચાર મહિના બાદ મોત નિપજ્યું છે. બાળકને જન્મ આપ્યા બાદ સારવાર માટે સિવિલ લઈ આવી પોતાનું નામ-સરનામુ સાચુ અને પુરૂ નહિ જણાવી માવતર છુપાવવાના ઇરાદાથી જીવીત હાલતમાં તરછોડીને ત્યજી દેવાના ઇરાદાથી ચાલી ગયા હતા. જેથી ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે માતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા