વડોદરા શહેરના છેવાડે આવેલ છાણી નજીક GSFC મુખ્ય ગેટ સામે હિન્દુસ્તાન રિપાવરિંગ વાહનોના વર્કશોપમાં અચાનક આગ ફાટી નીકળતા મશીનરીઓ સળગી જતા મોટાપાયે નુક્શાનનું અનુમાન છે. કંપની એન્જીનના રિપાવરિંગ ની કામગીરી કરે છે. આ બનાવને લઇ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. સાથે જ જીએસએફસી ફાયર વિભાગની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આગ પર હાલમાં ફાયર વિભાગે સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે.જો કે. ફાયર વિભાગ દ્વારા કામગીરીમાં વિલંબ દાખવામાં આવ્યો હોવાના આક્ષેપ સંચાલકે કર્યા હતા.